મહીસાગરમાં 375 કેન્દ્ર પર વેક્સીનેશન શરૂ, 75 હજાર જેટલા લોકો વેક્સીન આપવાનો લક્ષ્ય
Live TV
-
રાજ્યનો કોઈ વ્યક્તિ કોરોના વેક્સિન લીધા વગર રહી ન જાય તે માટે રાજ્ય સરકાર મહા વેક્સિનેશન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત મહીસાગર જિલ્લામાં પણ મોટી સંખ્યામાં રસીકરણ થાય તે માટે તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લામાં 100 ટકા વેક્સિનેશન થાય તે માટે જિલ્લા કલેક્ટર ડૉક્ટર મનિષ કુમાર અને DDO કે.ડી. લાખાણીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં વિવિધ ટીમો બનાવી રસીકરણની કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લામાં હાલ 375 કેન્દ્ર પર 75 હજાર વ્યક્તિને વેક્સિન આપવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.