કોરોના રસીકરણને વેગ આપવા જૂનાગઢ મહાનગરપાલિકાનો નવતર પ્રયોગ
Live TV
-
દેશમાં કોરોનાને ખાળવા રસીકરણ મહાઅભિયાન પૂર જોશમાં ચાલી રહ્યું છે. ગુજરાતના તમામ જિલ્લાઓમાં 18 વર્ષથી વધુ વય ધરાવતા 100 ટકા લોકોનું રસીકરણ થાય તે દિશામાં આરોગ્ય વિભાગ અને સરકર કાર્યરત છે. ત્યારે રસીકરણને વધુ વેગ મળે તે હેતુસર જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરના ૮૬ ટકા લોકોને વેક્સીનનો પ્રથમ ડોઝ અને ૬૫ ટકા લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.
વેક્સીન લેવામાં બાકી રહેલા લોકો પૈકી જે લોકો વેક્સીનેશન સેન્ટર સુધી પહોંચી ન શકે, તેવા લોકો માટે આશીર્વાદ ગ્રુપ અને જસ કન્સલટન્સી દ્વારા લોકોને વેક્સીનેશન સેન્ટર ઉપર પહોંચાડવા માટે શ્રવણ વેક્સીન રથ શરૂ કરવામાં આવ્યા છે. અહીં રસી લેવા ઇચ્છુક લોકોનું રજીસ્ટ્રેશન કરવામાં આવે છે, તેમજ તેઓને ઘરેથી લઈ વેક્સીનેશન સેન્ટર સુધી પહોંચાડવાની નિ:શુલ્ક સેવા આપવામાં આવે છે. આ રથનું જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર તથા ભાજપના પદાધિકારીઓએ લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યુ હતુ.