રાજકોટઃ મનપાએ અશક્ત લોકોના ઘરે જઇને રસી આપવાની વ્યવસ્થા ગોઠવી
Live TV
-
રાજકોટ મહાનગર પાલિકાએ કોરોના રસીકરણ ઝુંબેશનો ૧૦૦ ટકાનો ટાર્ગેટ પુરો કરવા માટે નવતર પ્રયોગ હાથ ધર્યો છે. પાલિકા દ્વારા જે લોકો રસી માટે આરોગ્ય કેન્દ્ર સુધી પહોંચી શકતા નથી તેવા દિવ્યાંગ, અશકત અને પથારીવશ લોકો માટે હવે ઘરે બેઠા રસી આપવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ અંગે કોર્પોરેશનનાં સતાધિશોએ જણાંવ્યુ છે કે, અશકત અને દિવ્યાંગ લોકો રસી લેવા માગતા હોય તેમણે હેલ્પલાઈન નંબર પર ફોન કરી ઘરનું સરનામુ આપવાનું રહેશે. બાદમાં આ અંગેનો મેસેજ જે -તે વોર્ડની હેલ્થ ટીમને મોકલવામાં આવશે. ફોન કર્યા બાદ ર૪ થી ૪૮ કલાકમાં આરોગ્યની ટીમ ઘરે રસી માટે પહોંચી જશે. રસી લેવા માગતી વ્યકિતએ ટીમને આધાર કાર્ડ સહિતનાં જરુરી પુરાવાઓ આપવાનાં રહેશે.