જાણો વિશ્વ હાર્ટ ડેનું શું છે મહત્વ, શું કામ ઉજવવામાં આવે છે આ દિવસ!
Live TV
-
હૃદયના રોગો, તેની સારવાર અને તેની વૈશ્વિક અસર અંગે જનજાગૃતિ વધારવા માટે, વર્લ્ડ હાર્ટ ડે દર વર્ષે 29 સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવે છે.
વર્લ્ડ હાર્ટ ફેડરેશન મુજબ, વર્લ્ડ હાર્ટ ડે મહત્વનો છે કારણ કે હૃદયની બીમારી થી સૌથી વધારે લોકોના મૃત્યુ થાય છે, હૃદય બીમારીના કારણે વર્ષે 18.6 મિલિયન લોકો મૃત્યુ પામે છે. કોરોના હૃદય રોગ વાળા દર્દીઓ માટે ખુબ જ ઘાતક રહ્યો છે. ધૂમ્રપાન, ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, સ્થૂળતા, વાયુ પ્રદૂષણ અને કાર્ડિયાક એમાઈલોઈડોસિસ જેવી બીમારીઓ કાર્ડિયોવેસ્ક્યુલર રોગનો કારણ બનતી હોય છે. તેથી, તંદુરસ્ત આહાર ખાવાથી, તમાકુનું સેવન ટાળવાથી અને પુષ્કળ વ્યાયામ કરી આપણા હૃદયની સંભાળ રાખવી જરૂરી છે.
યાદ રાખો, તબીબી સલાહ ના લેવા થી, કુટુંબ અને મિત્રો સાથે સંપર્કનો અભાવ અથવા શારીરિક કસરત ઓછી થવાથી સીવીડી થઈ શકે છે. એટલે જ કોરોના થયો હોય અને જો તમેને હૃદયરોગ, હૃદયની નિષ્ફળતા, ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર જેવી કોઈ પણ સમસ્યા હોય તો આવા દર્દીઓને ખાસ ઓબઝર્વેશનમાં રાખવામાં આવે છે. હૃદયના રોગો, તેની સારવાર અને તેની વૈશ્વિક અસર અંગે જનજાગૃતિ વધારવા માટે, વર્લ્ડ હાર્ટ ડે દર વર્ષે 29 સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવે છે.