ક્ષય દિવસ વિશ્વ આરોગ્ય સંસ્થાએ તમામ દેશોને ક્ષય રોગને નેસ્તનાબૂદ કરવા આહ્વાન કર્યું
Live TV
-
વિશ્વભરમાં આજે ક્ષય દિવસની ઉજવણી થઈ રહી છે. ક્ષય રોગને વર્ષ 2030 સુધીમાં નેસ્તનાબૂદ કરવા માટે વિશ્વ આરોગ્ય સંસ્થાએ તમામ દેશોને આહ્વાન કર્યું છે. જેના અનુસંધાને ભારત સરકારે વર્ષ 2025 સુધીમાં દેશને ટીબી મુક્ત કરવાનો નિર્ધાર કર્યો છે. ટીબી અત્યંત ચેપી રોગ છે. સાથે જ સમગ્ર શરીરમાં ઝડપથી પ્રસરે છે. જો યોગ્ય સમયે સારવાર ન થાય તો ટીબીના કારણે વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે. આ વર્ષે ટીબી દિવસનો થીમ છે ઇટ્સ ટાઇમ, એટલે કે અત્યારે જ સમય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટીબી દિવસે ટ્વીટ કર્યું હતું. એક ટ્વીટ સંદેશમાં તેમણે જણાવ્યું હતું કે, વિશ્વ ટીબી દિવસે દેશમાંથી ટીબી નેસ્તનાબૂદ થાય તેવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમણે ટીબી મુક્ત અભિયાનને ટેકો આપતા તમામ સંગઠનો મજબુત થાય તેવી શુભેચ્છા પાઠવી હતી.