અમદાવાદ એલ.જી.હોસ્પિટલ ખાતે ત્રણ દિવસીય ડોક્ટર વેલનેસ કોન્ફરન્સનો પ્રારંભ
Live TV
-
આજની ઝડપી અને તણાવપૂર્ણ જિંદગીમાં લોકો ધ્યાન, યોગ, અધ્યાત્મનો સહારો લેતા હોય છે. અમદાવાદમાં એલ.જી.હોસ્પિટલ ઓડિટોરિયમ ખાતે ત્રણ દિવસીય ડોક્ટર વેલનેસ કોન્ફરન્સનો પ્રારંભ કરવામાં આવ્યો. જેમાં દાંડી ખાતે આવેલ સમર્પણ સંસ્થાના એચ.એચ.શિવકૃપાનંદ સ્વામી દ્વારા યોગ અને ધ્યાનનાં ફાયદા વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ ત્રણ દિવસની કોન્ફરન્સમાં ગુજરાતભરના ડોક્ટરો અને શહેરીજનોએ ભાગ લીધો હતો.