ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ બનાવટી એન્ટીબાયોટીક દવાઓના સ્થળો પાડ્યા દરોડા
Live TV
-
ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ બનાવટી એન્ટીબાયોટીક દવાઓના સ્થળો પાડ્યા દરોડા
ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ અમદાવાદમાંથી જીવનરક્ષક તેમજ ગંભીર રોગના ઉપચાર માટે વપરાતી બનાવટી એન્ટીબાયોટીક દવાઓનો રૂપિયા 17.5 લાખ કિમતનો જથ્થો જપ્ત કરાયો છે. આ અંગે વધુ માહિતી આપતા કમિશનર ડો. એચ. જી. કોશિયાએ જણાવ્યું હતું કે બાતમી આધારે દરોડો પાડીને અમદાવાદના ખાડીયા વિસ્તારમાં રહેતા ખિમારામ સોદારામ કુમ્હાર,પાસેથી POSMOX CV 625 દવાનો કુલ 99 બોક્ષ રૂપિયા 2 લાખ 61 હજાર 250 નો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. જેની પ્રાથમિક તપાસ કરતા તે બનાવટી હોવાનું જણાઈ આવ્યું છે. ખિમારામની સઘન પૂછપરછ બાદ વિપુલ દેગડાની તપાસમાં જુદી જુદી 5 બનાવટી એન્ટીબાયોટીક દવાઓ મળી આવેલ જેની કુલ કિંમત રૂપિયા 4 લાખ 83 હજાર 300 થાય છે.