Skip to main content
Settings Settings for Dark

24 ઓક્ટોબરે કરવામાં આવે છે વિશ્વ પોલિયો દિવસની ઉજવણી

Live TV

X
  • 24 ઓક્ટોબરે કરવામાં આવે છે વિશ્વ પોલિયો દિવસની ઉજવણી

    વિશ્વ પોલિયો દિવસ દર વર્ષે 24 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં પોલિયો જેવા રોગો વિશે જાગૃતિ ફેલાવવાનો છે. પોલિયો એક ચેપી રોગ છે, જે મોટાભાગે બાળકોને ભોગ બનાવે છે. પોલિયોને ‘પોલીયોમાઇલાઇટિસ’ અથવા ‘બાળ અંગઘાત’ પણ કહેવાય છે. પોલિયોના લક્ષણો વિશે વાત કરીએ તો તાવ, થાક, ઉબકા, માથાનો દુખાવો, નાક બંધ થવું, સુકુ ગળું, ઉધરસ, ગરદન અને પીઠની જડતા, તેમજ પેટ, હાથ અને પગ વ્યવસ્થિત રીતે કામ કરતાં નથી આ વાયરસ એક વ્યક્તિથી બીજામાં ફેલાય છે અને તે વ્યક્તિની કરોડરજ્જુને ચેપ લગાવી શકે છે, જેના કારણે લકવો થાય છે. પોલિયો મુખ્યત્વે ચેપગ્રસ્ત મળ, દૂષિત પાણી, ઉધરસ અથવા છીંક દ્વારા ફેલાય છે. કોઈ પણ ઉંમરની વ્યક્તિને આ રોગનો ચેપ લાગે છે,  મુખ્યત્વે નબળા રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો, સગર્ભા સ્ત્રીઓ અને 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને અસર કરે છે. આ ઉપાય માટે પોલિયોની ઓરલ વેક્સિન (રસી) આપવામાં આવે છે. પોલિયો રસીની મહત્ત્વની અને જીવન રક્ષક શોધ વર્ષ 1955માં અમેરિકાના વિજ્ઞાાની જોનાસ સોલ્કે કરેલી. ભારતમાં સરકાર દ્વારા પણ સમયાંતરે પોલિયો ડ્રોપ્સ પિવડાવવાનું અભિયાન ચલાવવામાં આવે છે, જેમાં કર્મચારીઓ ઘરે ઘરે જાય છે અને બાળકોને પોલિયોનાં ટીપાં આપે છે. સરકારના સતત પ્રયાસ બાદ વર્ષ 2014 માં WHO દ્વારા ભારતને પોલિયો મુક્ત જાહેર કરવામાં આવ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
apply