Skip to main content
Settings Settings for Dark

હિંમતનગર: બનાવટી એન્ટીબાયોટીક દવાઓ તેમજ ગર્ભપાત માટેની દવાઓના ગેરકાયદેસર વેચાણ કરતા સ્થળો પર દરોડા

Live TV

X
  • હિંમતનગર: બનાવટી એન્ટીબાયોટીક દવાઓ તેમજ ગર્ભપાત માટેની દવાઓના ગેરકાયદેસર વેચાણ કરતા સ્થળો પર દરોડા

    હિંમતનગર ખાતેથી જીવનરક્ષક તેમજ ગંભીર રોગના ઉપચાર માટે વપરાતી બનાવટી એન્ટીબાયોટીક દવાઓનો તેમજ ગર્ભપાતની દવાઓનો અંદાજીત રૂ. 37.74 લાખની કિંમતનો જથ્થો જપ્ત કર્યો. કમિશનર ડો. એચ. જી. કોશિયાએ જણાવ્યું કે, રાજ્યના નાગરિકોની જીવન જરૂરી દવાઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. રાજ્યમાં દવાના નમુનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે અને ભ્રુણ હત્યામાં વપરાતી દવાઓના ગેરકાયદેસર વેચાણમાં સંકળાયેલા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા તંત્ર સતત પ્રયત્નશીલ છે. 

    તાજેતરમાં અમદાવાદ શહેરમાં બનાવટી જીવનરક્ષક તેમજ ગંભીર રોગોના ઉપચાર માટે વપરાતી એન્ટીબાયોટીક દવાઓનો કુલ રૂ. 17.50 લાખનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. અને તેના ભાગરૂપે રાજ્યવ્યાપી તપાસ કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે જે. એ. પટેલ, નાયબ કમિશનર (આઈ.બી.), યોગેશ દરજી, નાયબ કમિશનર (મુખ્ય મથક) અને એન. એમ. વ્યાસ, મદદનીશ કમિશનર, હિમતનગર તથા હિમતનગરના પ્રવર ઔષધ નિરીક્ષક કે. વી. પરમાર તથા અમદાવાદ શહેર અને અમદાવાદ ગ્રામ્યના ઔષધ નિરીક્ષકોએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી હિંમતનગરમાં દરોડો પાડયો હતો.  

    વધુમાં હિમાચલ પ્રદેશના ડ્રગ કન્‍ટ્રોલર સાથે આ દવાઓના લેબલમાં દર્શાવેલ ઉત્પાદક પેઢી Meg Life Sciences, Khasara No. 47/5, Pali Gaon, Dist. Sirmour – 173 001 અંગે ચકાસણી કરતાં આવી કોઇ ઉત્પાદક પેઢી અસ્તીત્વ ધરાવતી ન હોય તેવું માલુમ પડેલ તેમજ તેના કોઇ ખરીદ-વેચાણ બિલ રજુ કરેલ ન હોવાથી પ્રાથમિક દ્રષ્ટીએ બનાવટી હોવાનું માલુમ પડ્યું છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
apply