4 નવેમ્બરે અમદાવાદની યુ.એન. મહેતા ઇન્સ્ટીટ્યુટ ખાતે પ્રેસ-કોન્ફરન્સનું આયોજન
Live TV
-
4 નવેમ્બરે અમદાવાદની યુ.એન. મહેતા ઇન્સ્ટીટ્યુટ ખાતે પ્રેસ-કોન્ફરન્સનું આયોજન
રાજ્યમાં યુવાઓમાં હૃદયરોગથી મૃત્યુના કેસો વધી રહ્યાં છે ત્યારે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા આવતીકાલે 4 નવેમ્બરે અમદાવાદની યુ.એન. મહેતા ઇન્સ્ટીટ્યુટ ખાતે એક પ્રેસ-કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યની જનતામાં હાર્ટએટેક કે કાર્ડિયાક એરેસ્ટને લઇને પેનિક ના થાય , લોકોમાં આ બાબતે જે કંઇપણ ગેરસમજ હોય તે દૂર થાય, રાજ્યની જનતા સુધી સાચી માહિતી પહોંચે તે મુખ્ય આશયથી નિષ્ણાંત તબીબો દ્વારા આ સંવાદ હાથ ધરવામાં આવશે. આ પરિસંવાદમાં સહભાગી બનવા માટે યુ.એન.મહેતા હોસ્પિટલ દ્વારા એક ગુગલફોર્મ જનરેટ કરવામાં આવ્યું છે. આ અંગે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, પાંચ વર્ષના હ્રદયરોગના કેસ સંદર્ભે રીસર્ચ અને ડેટા એનાલિસીસ કરાશે.