ગર્ભવતી મહિલાઓની સરકારી દવાખાને મહિનાની 9મી તારીખે વિશેષ તપાસ
Live TV
-
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ટ્વીટર પર આ જાણકારી શેર કરાઇ છે, જેમાં લખ્યું છે કે, સરકારી સ્વાસ્થ્ય કેન્દ્રમાં મહિનાની 9 તારીખે ગર્ભવતી મહિલાઓની તપાસ કરવામાં આવશે.
ગર્ભવતી મહિલાઓ પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન અંતર્ગત સરકારી દવાખાનમાં તપાસ કરાવવા માટે અપીલ કરી છે. પીએમ મોદીના સંદેશ હેઠળ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ટ્વીટર પર આ જાણકારી શેર કરાઇ છે, જેમાં લખ્યું છે કે, સરકારી સ્વાસ્થ્ય કેન્દ્રમાં મહિનાની 9 તારીખે ગર્ભવતી મહિલાઓની તપાસ કરવામાં આવે છે, જેનો લાભ ઉઠાવો અને સ્વાસ્થ્યની યોજનાઓનો લાભ ઉઠાવો.
પ્રધાનમંત્રી માતૃત્વ અભિયાન ગર્ભવતી મહિલાઓની સારવાર માટે કેન્દ્ર સરકાર દ્વારા વિશેષ યોજના શરૂ કરાઇ છે. આ યોજના દ્વારા ગર્ભવતી મહિલાઓની તપાસ કરવામાં આવે છે. પ્રત્યેક મહિનાની 9મી તારીખે સરકારી દવાખાને ખાનગી ડૉક્ટરની ભાગદારીથી ગર્ભવતી મહિલાઓની વિનામૂલ્યે તપાસ કરવામાં આવે છે, જેથી માતા અને આવનાર બાળક તંદૂરસ્ત બને.