વ્યસ્ત જીવન શૈલીથી થતાં રોગોને ડામવા વેલનેસ સેન્ટરનો શુભારંભ
Live TV
-
વ્યસ્ત જીવન શૈલીને કારણે ઘણા રોગો ઉભા થયા છે તેને હોમિયોપથી દ્વારા કેવી રીતે ડામી શકાય તેના માર્ગદર્શન અને રોગના ઉપાય માટે વેલનેસ સેન્ટર કામ કરશે
જૂનાગઢ આયુર્વેદ હોસ્પિટલ ખાતે વેલનેસ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારની વિવિધ સ્વાસ્થ્ય યોજનાઓ હેઠળ આયુષ મંત્રાલય દ્વારા અનુદાનિત તેમજ ભારતીય તબીબી અને હોમિયોપથી કચેરી ગાંધીનગર દ્વારા આ સેન્ટર કાર્યરત શરૂ કરવામાં આવ્યું છે. આ સેન્ટરના શુભારંભ પ્રસંગે મેયર આદ્યશકિત મજમુદારે જણાવ્યું હતું કે, આજની વ્યસ્ત જીવન શૈલીને કારણે ઘણા રોગો ઉભા થયા છે તેને હોમિયોપથી દ્વારા કેવી રીતે ડામી શકાય તેના માર્ગદર્શન અને રોગના ઉપાય માટે આ સેન્ટર કામ કરશે. તેમજ લોકોને યોગ, યોગ્ય આહાર વિહાર, આચારવિચારનું તલસ્પર્શી માર્ગદર્શન આપીને સ્વસ્થ જીવન જીવવાની દિશા બતાવશે અને દવાનું વિતરણ પણ કરશે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે બજેટમાં આયુષ મંત્રાલયને રૂપિયા 1626.37 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આયુષ મંત્રાલય દ્વારા વિવિધ પ્રોજેક્ટમાં થતા કુલ ખર્ચની અંદાજ ૭૧.૩૬ કરોડ છે. ૨૦૧૭-૧૮માં તે ૬૮.૮૬ કરોડ હતી. તે આ વર્ષે ૧૩ ટકા વધારીને ૮૭.૬૪ કરોડ કરાયો હતો.
ઉલ્લેખનીય છે કે, નાગરિકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે આ વર્ષે બજેટમાં આરોગ્યને લગતી ઘણી બાબતો પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ અંતર્ગત આયુષ મંત્રાલય દ્વારા આયુર્વેદ, યોગ, કુદરતી ઉપચાર,યુનાનીઅને હોમિયોપથી દ્વારા સ્વાસ્થ્ય સુધારણાને આકાર આપવામાં આવે છે.