આહવામાં જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા સેમિનારનું કરાયું યોજાઈ
Live TV
-
આહવાના ડૉ.આંબેડકર ભવન ખાતે જિલ્લાના પંચાયતી રાજના પ્રતિનિધિઓ માટે જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા એક સેમિનાર યોજાઈ ગયો.
આહવાના ડૉ.આંબેડકર ભવન ખાતે જિલ્લાના પંચાયતી રાજના પ્રતિનિધિઓ માટે જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા એક સેમિનાર યોજાઈ ગયો. આ સેમિનારને સંબોધતા સાંસદ શ્રી ડૉ. કે. સી. પટેલે ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ તથા જાગૃત મિડિયા કર્મીઓ સ્વસ્થ સમાજ નિર્માણમાં અગત્યની ભૂમિકા અદા કરી શકે છે તેમ જણાવ્યું હતું. દક્ષિણ ગુજરાતના પ્રજાજનોમાં સિકલસેલ, એનિમિયા જેવા રોગોનું પ્રમાણ ચિંતાજનક રીતે વધુ છે તેમ જણાવી તેમણે રોગોને નાબૂદ કરવા લાંબા ગાળાના આયોજનો હાથ ધરવા હિમાયત કરી હતી.