ડાયાલિસિસની તમામ સુવિધાઓ જિલ્લા કક્ષાની હોસ્પિટલમાં ઉપલબ્ધ
Live TV
-
જિલ્લા કક્ષાની હોસ્પિટલમાં ડાયાલિસિસની તમામ સુવિધાઓ શરૂ થતાં લોકોને હાલાકી નહીં પડે.
પ્રધાનમંત્રી રાષ્ટ્રીય ડાયાલિસિસ કાર્યક્રમ અંતર્ગત ડાયાલિસિસની નિ:શુલ્ક સુવિધા શરૂ થઇ ગઇ છે. આ યોજના અંતર્ગત જિલ્લા કક્ષાની હોસ્પિટલમાં ડાયાલિસિસની સેવાઓ શરૂ કરાઇ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ટ્વીટર પર વીડિયો સાથે જાણકારી શેર કરાઇ છે, જેમાં જણાવાયું છે કે, હવે ડાયાલિસિસની વિવિધ સેવાઓ જિલ્લાની હોસ્પિટલમાં ઉપલબ્ધ કરાઇ છે. જિલ્લા કક્ષાએ ડાયાલિસિસની સુવિધા શરૂ થવાથી દર્દીઓએ લાંબુ અંતર કાપી દૂર નહીં જવું પડે.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે બજેટમાં પણ આરોગ્યને લગતી અનેક યોજનાઓની જોગવાઇ કરી હતી, જે અંતર્ગત ગરીબ અને મધ્યમવર્ગના લોકોને વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ થશે. ત્યારે હવે કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ આ સુવિધા શરૂ કરાતા કરાતા ગ્રામિણ વિસ્તારના લોકોને તેમના જ જિલ્લામાં ડાયાલિસિસની સારવાર ઉપલબ્ધ થશે.
અંકિત ચૌહાણ, સોશિયલ મીડિયા ડેસ્ક