Skip to main content
Settings Settings for Dark

સમગ્ર ગુજરાતમાં એક જ ‘યુનિવર્સલ એફિડેવિટ’ માન્ય ગણાશે

Live TV

X
  • નાગરિક સેવાઓને વધુ સરળ અને પારદર્શક બનાવવાના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

    ગુજરાતમાં સરકારી સેવાઓ મેળવવા માટે નાગરિકોને વારંવાર જુદા-જુદા લખાણવાળા એફિડેવિટ કરાવવાની પડતી મુશ્કેલીઓનો અંત લાવવા માટે ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં નાગરિક સેવાઓને વધુ સરળ અને પારદર્શક બનાવવાના ભાગરૂપે કાયદા વિભાગે રાજ્યવ્યાપી સ્વીકાર્ય “યુનિવર્સલ એફિડેવિટ”નું નવું ફોર્મેટ જાહેર કર્યું છે.

     હવેથી જે સેવાઓમાં કાયદા કે નિયમ મુજબ સોગંદનામું જરૂરી હોય પરંતુ કોઈ ચોક્કસ ફોર્મેટ નક્કી ન હોય, ત્યાં આ એક જ સમાન ફોર્મેટ સમગ્ર રાજ્યમાં માન્ય રાખવામાં આવશે. અત્યાર સુધી રાજ્ય સરકારના અલગ-અલગ વિભાગો દ્વારા અપાતી વિવિધ વ્યક્તિલક્ષી સેવાઓ, દાખલાઓ કે યોજનાઓનો લાભ લેવા માટે અરજદારોએ અનેક પ્રકારના જુદા-જુદા સોગંદનામાં રજૂ કરવા પડતા હતા. દસ્તાવેજોમાં આ પ્રકારની વિવિધતાને કારણે બિનજરૂરી જટિલતા ઊભી થતી હતી અને સામાન્ય જનતાનો સમય વેડફાતો હતો તેમજ વહીવટી પ્રક્રિયામાં વિલંબ થતો હતો. નાગરિકોને આ હાલાકીમાંથી મુક્તિ આપવા માટે સરકારે આ વહીવટી સુધારો કર્યો છે.

     આ નવું યુનિવર્સલ એફિડેવિટ તમામ જિલ્લા, તાલુકા, ગ્રામ્ય તેમજ શહેરી સ્તરે કાર્યરત તમામ સરકારી કચેરીઓ, સેવા કેન્દ્રો અને સત્તાધિકારીઓ દ્વારા ફરજિયાતપણે સ્વીકારવામાં આવશે. ડિજિટલ ગુજરાત પોર્ટલ તેમજ તમામ જન સેવા કેન્દ્રો ખાતે પણ આ એફિડેવિટનો સમાન રીતે અમલ શરૂ થશે, જેથી ઓનલાઇન અરજી કરનારાઓને મોટી સુવિધા મળશે.  જે સેવાઓ માટે કાયદાકીય રીતે એફિડેવિટ કરવાની કોઈ જરૂરિયાત નક્કી થયેલી નથી, તેવી સેવાઓમાં સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ મુજબ એફિડેવિટના સ્થાને માત્ર 'સ્વઘોષણા'ની સરળ પ્રક્રિયા પૂર્વનિર્ધારિત રીતે જ ચાલુ રહેશે. ત્યાં સોગંદનામું ફરજિયાત કરવામાં આવ્યું નથી.  કાયદા વિભાગ દ્વારા જારી કરાયેલા આ સત્તાવાર ફોર્મેટને નાગરિકોની સરળતા માટે ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષાઓમાં તૈયાર કરવામાં આવ્યું છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
apply