Skip to main content
Settings Settings for Dark

ધોરણ-10 અને ધોરણ-12 બોર્ડની પૂરક પરીક્ષા માટે હેલ્પલાઇન નંબર જાહેર

Live TV

X
  • હેલ્પલાઇન સેવા તા. 03 જૂનથી કાર્યરત થશે અને તા. 20 જૂન, 2026 સુધી ચાલશે.

    ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 અને ધોરણ-12 ની પૂરક પરીક્ષાને અનુલક્ષીને વિદ્યાર્થીઓ, વાલીઓ તથા શાળાઓના માર્ગદર્શન માટે ટોલ ફ્રી હેલ્પલાઇન સેવા શરૂ કરવામાં આવશે. શિક્ષણ બોર્ડની યાદીમાં જણાવ્યા અનુસાર  ધોરણ-10 અને ધોરણ-12ની પૂરક પરીક્ષા આગામી તા. 11 જૂન, 2026 થી 20 જૂન, 2026 દરમિયાન યોજાનાર છે. પરીક્ષાને લગતી માહિતી, માર્ગદર્શન અને પરામર્શ માટે હેલ્પલાઇન સેવા તા. 03 જૂનથી કાર્યરત થશે અને તા. 20 જૂન, 2026 સુધી ચાલશે.

    હેલ્પલાઇનનો ટોલ ફ્રી નંબર 1800 233 5500 છે. જેના પર માર્ગદર્શન મેળવવાનો સમય દરરોજ સવારે 11:00 કલાકથી સાંજે 6:00 કલાક સુધીનો રહેશે. આ હેલ્પલાઇન પર નિષ્ણાતો, કાઉન્સેલરો તેમજ સાયકોલોજિસ્ટ દ્વારા વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળાઓને જરૂરી માર્ગદર્શન અને પરામર્શ આપવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
apply