ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો, નવા 30 કેસ નોંધાયા
Live TV
-
ગુજરાતમાં કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળ્યો છે. 24 કલાકમાં કોરોનાના નવા 30 કેસ નોંધાયા છે. 18 દર્દીઓ કોરોનાને માત આપી સ્વસ્થ થયા છે. કોરોનાથી સાજા થવાનો દર 98.76 ટકા થયો છે. કોરોનાના કેસની વાત કરીએ તો અમદાવાદમાં 8,વલસાડમાં 5, સુરત કોર્પોરેશનમાં 5 કેસ નોંધાયા છે. વડોદરા અને સુરત જિલ્લામાં 3-3 કેસ નોંધાયા છે. ગીર સોમનાથ, નવસારીમાં 2-2 કેસ નોંધાયા છે તો જૂનાગઢ અને કચ્છમાં 1-1 કેસ નોંધાયા છે. અત્યાર સુધી 8 લાખ 16 હજાર 205 દર્દીઓ કોરોનાને માત આપી સ્વસ્થ થયા છે. 24 કલાકમાં રાજ્યમાં 3 લાખ 44 હજાર 908 લોકોને કોરોનાની રસી અપાઈ છે.