Skip to main content
Settings Settings for Dark

સુરતમાં બહારથી આવતા લોકોને RT-PCR ટેસ્ટ કરાવવાની અપીલ

Live TV

X
  • સુરતમાં ધીમે ધીમે કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે જેને લઈ મહાનગરપાલિકા તંત્રએ સુરતની બહાર રહેતા લોકોને અપીલ કરી છે.  અન્ય શહેર, જિલ્લા કે રાજ્યમાંથી આવતી દરેક વ્યક્તિ સુરત શહેરમાં પ્રવેશતા પહેલા કોરોનાનો RT-PCR ટેસ્ટ કરાવે તેવી અપીલ કરવામાં આવી છે. દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખી કોરોનાનું સંક્રમણ વધારે ન ફેલાઈ જાય તે માટે મ્યુનિ.કમિશનર બંછાનિધી પાનીએ સુરતમાં બહારથી આવતા લોકોને અપીલ કરી છે. દિવાળીના તહેવારોમાં શહેરની બહારથી મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે જેને લઈ મહાનગરપાલિકા સતર્ક થયું છે. સુરતમાંથી બહાર વતન જતા લોકોને પણ કોરોનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સતર્ક રહેવાની અપીલ કરાઈ છે. મહત્વનું છે કે નવરાત્રિના તહેવારમાં કેટલાક વિસ્તારોમાં કોરોનાના કેસમાં આંશિક વધારો થયો તો શાળાના વિદ્યાર્થીઓ પણ કોરોનાથી સંક્રમિત થવાના કિસ્સા જોવા મળ્યા જેને લઈ મહાનગરપાલિકા તંત્ર એકશન મોડમાં આવ્યું છે. દિવાળીના તહેવારોમાં કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે મનપા તંત્રએ તૈયારી કરી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 03-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-02-2025 Max Temp : °C Min Temp : °C
apply