ભારતમાં કોરોનાના કેસમાં વધારો, 24 કલાકમાં નવા 13,451 કેસ નોંધાયા
Live TV
-
ભારતમાં કોરોનાના 24 કલાકમાં નવા 13 હજાર 451 કેસ નોંધાયા છે. ગત રોજ કરતા કોરોનાના કેસમાં 1 હજાર કરતા વધુ કેસ સામે આવ્યા છે. કોરોનાના કારણે 24 કલાકમાં 585 દર્દીઓના મૃત્યુ થયા છે. 24 કલાકમાં 14 હજાર 21 દર્દીઓ કોરોનાને માત આપી ઘરે પરત ફર્યા છે. હાલમાં કોરોનાના 1 લાખ 62 હજાર 661 એક્ટિવ કેસ છે. 24 કલાકમાં 55 લાખ 89 હજાર 124 હજાર કોરોનાની રસીના ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધી કોરોના રસીકરણના ડોઝ આપવાનો આંકડો 103 કરોડને પાર થયો છે.