ગુજરાતમાં કોરોનાના નવા 29 કેસ, સાજા થવાનો દર 98.95 ટકા
Live TV
-
ગુજરાતમાં કોરોનાના નવા 29 કેસ નોંધાયા છે. 41 દર્દીઓ કોરોનાને માત આપી સ્વસ્થ થયા છે. 24 કલાકમાં કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.95 ટકા છે. 24 કલાકમાં રાજ્યમાં 3 લાખ 92 હજાર 615 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી 7 કરોડ 19 લાખ 77 હજાર 796 લોકો કોરોનીની રસી લઈ ચૂક્યા છે. કોરોનાના કેસોની વાત કરીએ તો સુરતમાં 5, રાજકોટમાં 4, અમદાવાદ અને વડોદરામાં 3 કેસ નોંધાયા છે. જૂનાગઢમાં 5 તો વલસાડમાં કેસ નોંધાયા છે.