ભારતમાં કોરોના કેસમાં ઘટાડો છેલ્લા 24 કલાકમાં કોરોનાના 11 હજાર 451 કેસ નોંધાયા
Live TV
-
ભારતમાં કોરોના સતત કેસ ઘટી રહ્યા છે.છેલ્લા 24 કલાકમાં કોરોનાના 11 હજાર 451 કેસ નોંધાયા છે આ સાથે દેશભરમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા એક લાખ 42 હજાર 826 થયા છે. છેલ્લા 24 કલાકમાં 13 હજાર 204 દર્દીઓ સાજા થયા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 266 લોકોના મૃત્યું થયા છે. દેશભરમાં કોરોનાની વેકસીન આપવાની ઝુંબેશ જોરદાર ચાલી રહી છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 23 લાખ 84 હજાર 96 વેકસીનના ડોઝ આપવામાં આવ્યાં હતાં તે સાથે અત્યાર સુધીમાં વેકસીનના 108 કરોડ 47 લાખ 23 હજાર 42 ડોઝ અપાયા છે. કોરોના ટેસ્ટની સંખ્યાં જોઇએ તો છેલ્લા 24 કલાકમાં 8 લાખ 70 હજાર 58 ટેસ્ટ કરાયા હતાં તે સાથે દેશ ભરમાં અત્યાર સુધીમાં 61 કરોડ 60 લાખ 71 હજાર 949 ટેસ્ટ કરવામાં આવ્યાં છે.