ગુજરાતમાં કોરોનાના નવા 38 કેસ, 24 કલાકમાં 3 લાખથી વધુ લોકોએ લીધી રસી
Live TV
-
ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના નવા 38 કેસ નોંધાયા છે. જ્યારે 37 દર્દીઓ કોરોનાને માત આપી સ્વસ્થ થયા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.74 ટકા થયો છે. રાજ્યમાં આજે 3,09,999 લોકોએ કોરોનાની રસી લીધી છે. અત્યાર સુધી 8.31 કરોડથી વધુ લોકો કોરોનીની રસી લઈ ચૂક્યા છે. રાજ્યમાં 8.17 લાખથી વધુ દર્દીઓ કોરોના સામે સ્વસ્થ થઈ ચૂક્યા છે. કોરોનાના કેસોની વાત કરીએ તો અમદાવાદમાં 10, વડોદરામાં 8, સુરતમાં 4 તો રાજકોટમાં 2 કેસ નોંધાયા છે. નવસારી અને વલસાડમાં 4-4 કેસ નોંધાયા છે. ઓમિક્રોન વાયરસની સ્થિતિને લઈ રાજ્યના આરોગ્ય વિભાગે તમામ જિલ્લાઓના તંત્રને અલર્ટ કરી દીધા છે.