ફોર્ટીફાઈડ ચોખા આરોગ્યપ્રદ, નાગરિકોને ગેર માન્યતા દૂર કરવાની અપીલ
Live TV
-
નાગરિકોમાં સામાન્ય રીતે ગેર માન્યતા હોય છે કે ફોર્ટીફાઈડ ચોખા પ્લાસ્ટિકના હોય છે, જિલ્લા કલેકટરે આ વાતે સ્પષ્ટતા કરી છે. કલેકટર આર.બી.બાર઼ડે નાગરિકોને આ ગેરમાન્યતા દૂર કરવાની અપીલ કરી છે. ફોર્ટીફાઈડ રાઈસ ચોખાના લોટમાંથી તૈયાર કરાય છે જેમાં માઈક્રો ન્યુટ્રિઅન્સ ઉમેરવામાં આવે છે. માઈક્રોન્યુટ્રિઅન્સ જેવા કે ફોલિક એસિડ, વિટામીન B-12 અને આયનની માત્રા ઉમેરીને તેને પ્રોસેસ કરવામાં આવે છે. ચોખાના દાણા જેવા દાણાઓ તૈયાર કરાય છે અને આ દાણાને ફોર્ટીફાઈડ રાઈસ કહેવામાં આવે છે. દેશમાં અનેક રાજ્યોમાં બાળકો કુપોષિત હોય છે જેમાં ગુજરાત પણ સામેલ છે. બાળકોમાં કુપોષણને નિવારવા રાજ્ય સરકાર પોષણયુક્ત આહાર આપવામાં આવે છે. મધ્યાહન ભોજન અંતર્ગત ફોર્ટીફાઈડ ચોખા બાળકોને રાંધીને ખવરાવવામાં આવે છે. મહત્વનું છે કે ફોર્ટીફાઈડ ચોખા દેખાવમાં અને આકારમાં અલગ હોય છે જેથી સામાન્ય નાગરિકોમાં તે પ્લાસ્ટિકના દાણા હોય છે તેવી ગેરમાન્યતા પ્રવર્તતી હોય છે. ફોર્ટીફાઈડ ચોખા બાળકો માટે આરોગ્યપ્રદ હોય છે તે વાત જિલ્લા કલેકટરે કરી હતી.