ગુજરાતમાં કોરોનાના નવા 98 કેસ નોંધાયા, 3 દર્દીઓના મૃત્યુ થયા
Live TV
-
ગુજરાતમાં કોરોનાના કેસોમાં ગત રોજ કરતા ઘટાડો જોવા મળ્યો છે. રાજ્યમાં કોરોનાના નવા 98 કેસ નોંધાયા છે. 24 કલાકમાં કોરોનાના કારણે 3 દર્દીઓના મૃત્યુ થયા છે. 69 દર્દીઓ કોરોનાને માત આપી સ્વસ્થ થયા છે. કોરોનાના કેસોની વાત કરીએ તો અમદાવાદમાં કોરોનાના નવા 32 કેસ નોંધાયા છે, સુરતમાં 19, વડોદરામાં 12 તો રાજકોટમાં 10 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ 694 કેસ છે. અત્યાર સુધી 8,18,198 દર્દીઓ કોરોનાને માત આપી સ્વસ્થ થયા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.70 ટકા થયો છે.કોરોનામાં રસીકરણની કામગીરીની વાત કરીએ તો એક દિવસમાં 1.75 લાખથી વધુ લોકોને કોરોનાની રસી આપવામાં આવી. અત્યાર સુધી 8.80 કરોડથી વધુ લોકો રસી લઈ ચૂક્યા છે.