ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસમાં થયો વધારો
Live TV
-
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસમાં થયો વધારો
રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધી કુલ 59 પોઝિટિવ કેસ નોંધાયા છે. સાબરકાંઠામાં 6 કેસ, અરવલ્લી અને મહિસાગરમાં 03-03 કેસ, ખેડામાં 4, મહેસાણામાં 5, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં 3-3 કેસ, અમદાવાદમાં 4, ગાંધીનગરમાં 2, પંચમહાલમાં 7 કેસ, જામનગરમાં અને મોરબીમાં 1-1 કેસ, નોંધાયા છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 71 દર્દીઓના મૃત્યું થયા છે. અને 20 દર્દીઓ દાખલ છે આરોગ્યની ટીમે શંકાસ્પદ દર્દીના ઘર અને આસપાસના વિસ્તારોના મળીને કુલ 52 હજાર 153 ઘરોમાં સર્વિલન્સની કામગીરી કરી છે. તો, બીજી તરફ પંચમહાલના બે શંકાસ્પદ બાળકો જેઓ વડોદરા હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા તેમના મૃત્યુ થયા છે.