Skip to main content
Settings Settings for Dark

બાળકોમાં મોબાઈલનો વઘતો જતો ઉપયોગ એક ગંભીર સમસ્યા

Live TV

X
  • બાળકોમાં મોબાઈલનો વઘતો જતો ઉપયોગ એક ગંભીર સમસ્યા

    આજકાલના બાળકોમાં મોબાઈલનો ઉપયોગ વધી રહ્યો છે. જેના કારણે મોબાઈલ ફોનનું વ્યસન બાળકોને ડિપ્રેશનનો શિકાર બનાવે છે. બાળકોમાં મોબાઈલ ફોનના વધુ પડતા ઉપયોગને કારણે ખરાબ ઊંઘની ગુણવત્તાથી લઈને તણાવ, ચિંતા અને ઉચ્ચ સ્તરના ડિપ્રેશનનું કારણ બની શકે છે. બાળકો અને કિશોરોમાં મોબાઈલ ફોનનું વ્યસન તેમને માનસિક રોગી બનવાનું કારણ બની શકે છે. આવી સ્થિતિમાં માતા-પિતાએ ખૂબ કાળજી રાખવાની જરૂર છે. આખો દિવસ અન્ય પ્રવૃતિઓ કરવાને બદલે મોબાઈલ ફોન પર ગેમ રમવી, વીડિયો જોવા અથવા કોઈપણ સ્વરૂપે તેનો વધુ પડતો ઉપયોગ કરવો તેમના સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને બાળકો અને કિશોરોના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવા લોકોને અપીલ કરી છે.  આ સાથે જ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને બાળકોમાં ઓનલાઈન ગેમ રમવાના વ્યસનને ઓનલાઈન ગેમિંગ ડિસઓર્ડર નામ આપ્યું છે.

    મોબાઈલ ફોનના કારણે બાળકોની રોજીંદી પ્રવૃત્તિઓ પર વિપરીત અસર પડી રહી છે. મોબાઈલના વધુ પડતા વ્યસનને કારણે બાળકો નોમોફોબિયાનો શિકાર બની શકે છે. નોમોફોબિયા એટલે કે નો મોબાઈલ ફોન ફોબિયા આવી જ એક માનસિક સ્થિતિ છે. જેમાં મોબાઈલ ફોન કનેકટીવીટીથી અલગ થવાનો ભય રહે છે. મોબાઈલ ફોનનો વધુ પડતો ઉપયોગ કરતા બાળકો કે કિશોરોને મોબાઈલ વગર એક ક્ષણ પણ એકલા ન રહેવાની, મોબાઈલની બેટરી ખતમ થવા પર અસ્વસ્થતા અનુભવવી અને મોબાઈલ ખોવાઈ જવાનો ડર જેવી સમસ્યાઓ હોય છે. આવા ભયને નોમોફોબિયા કહેવામાં આવે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-12-2024 Max Temp : °C Min Temp : °C
apply