ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત
Live TV
-
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત
હાલ રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત છે. ત્યારે ગાંધીનગર ખાતેથી પબ્લિક હેલ્થ એક્સપર્ટ ડોક્ટર સતિશ કે મકવાણાએ માહિતી આપી હતી. તેમણે કહ્યુ હતુ કે આ રોગ સેન્ડ ફ્લાયમાંથી ફેલાઈ રહ્યો છે. જેનાથી ગભરાવાની જરુર નથી માત્ર સાવચેતી રાખવાની જરુર છે. સેન્ડ ફ્લાય ઘરની દીવાલોની અંદર વાસ કરે છે. જેથી ઘરની દીવાલો સતવારે પુરી દેવી જોઈએ, ઘરની અંદર પૂરતા પાણીની અંદર હવા ઉજાસ અને સૂર્ય પ્રકાશ ખૂબ જરૂરી છે. જો કોઇ બાળકમાં આ રોગના લક્ષણો જોવા મળે તો નજીકના સરકારી દવાખાને જઈને સારવાર લેવી જોઇએ.
ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસોમાં દિવસે- દિવસે વધારો થઈ રહ્યો છે ત્યારે આરોગ્ય અગ્રસચિવ દ્વારા વીડીયો કોન્ફરન્સ દ્વારા સબંધીત અધિકારીઓ સાથે વાયરસના શંકાસ્પદ કેસો- પોઝીટીવ કેસો અંગે વિગતવાર ચર્ચાઓ કરવામાં આવી હતી. તેઓ દ્વારા ગામડાઓમાં કાચા ઘરોમાં મેલેથિયોન પાવડરનો છંટકાવ અને સ્પ્રે કરવા સુચનાઓ આપવામાં આવી છે. ચાંદીપુરા વાયરસ અંગે લોકો જાગૃત થાય તે માટે રાજ્ય સરકારે હેલ્પલાઈન નંબર 104 શરૂ કરી છે, આ ઉપરાંત આરોગ્ય વિભાગની ટીમે કુલ 15 હજાર ઘરોમાં 87 હજાર 486 લોકોનું સર્વેલન્સ કર્યું હતું. 4 હજાર 340 કાચા ઘરોમાં મેલેથિયોન પાઉડરનો છંટકાવ પણ કરવામાં આવ્યો હતો.