અંકલેશ્વરના ગડખોલ સીએચસી કેન્દ્ર ખાતે કુટુંબ નિયોજન કેમ્પનું કરાયું આયોજન
Live TV
-
અંકલેશ્વરના ગડખોલ સીએચસી કેન્દ્ર ખાતે કુટુંબ નિયોજન કેમ્પનું કરાયું આયોજન
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામ ખાતેના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે જનસંખ્યા સ્થિરતા પખવાડિયા અંતર્ગત કુટુંબ નિયોજન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ અદ્યતન ઓપરેશન થિયેટરનું પણ ઉદ્ધાટન કરવામાં આવ્યું છે. જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે. એસ.દુલેરાએ જણાવ્યું હતું કે, આ કેમ્પમાં 24 મહિલાઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. એક દીકરી બાદ કુંટુંબ નિયોજનનું ઓપરેશન કરાવનાર લાભાર્થી મહિલાને રૂ.6 હજાર અને 2 દીકરી બાદ ઓપરેશન કરાવનાર મહિલાને રૂપિયા 5 હજાર રાષ્ટ્રીય બચત પ્રમાણપત્રના રૂપમાં એનાયત કરવામાં આવશે.
આ કુટુંબ નિયોજન કેમ્પમાં ઓપરેશન સ્ત્રી રોગના નિષ્ણાત તબીબ દ્વારા કરવામાં આવશે. તેમજ દર મહિનાના બીજા અને ચોથા શુક્રવાર ના રોજ કુટુંબ નિયોજનના ઓપરેશન કરવામાં આવશે. આ કેમ્પમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉમટી પડી હતી. આ પ્રસંગે સીએચસી સેન્ટરના તબીબો અને નર્સિંગ સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યાં હતા.