ગૃહમંત્રી અમિત શાહે આજે ગાંધીનગરના રૂપાલ રસીકરણ કેન્દ્રની મુલાકાત લીધી
Live TV
-
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસની ગુજરાતની મુલાકાતે છે ત્યારે તેમણે વિવિધ પ્રકલ્પો અને કાર્યોનું અનાવરણ અને નિરીક્ષણ કર્યું હતું જેમાં અમિત શાહે આજે ગાંધીનગર જિલ્લાના રૂપાલ રસીકરણ કેન્દ્રની મુલાકાત લઇ ત્યાં ચાલી રહેલી રસીકરણની કામગીરી નિહાળી હતી. આ ઉપરાંત, તેઓ કોલવડા કેન્દ્ર ખાતે પણ ગયા હતાં.
કોરોનાના સંક્રમણ સામે ટકી રહેવાની પ્રતિકાર શક્તિ જે પૂરી પાડે છે તેવી રસીકરણની પ્રક્રિયામાં વધુમાં વધુ લોકો જોડાય અને તેમનું સ્વાસ્થ્ય સુદ્રઢ બની રહે તે આશયથી ગૃહમંત્રી અમિત શાહે આજે આ રસીકરણ કેન્દ્રની મુલાકાત લીધી હતી
આજે છે આંતર રાષ્ટ્રીય યોગ દિવસ. આજના દિવસે દેશભરમાં 18 થી 44 વર્ષના લોકો માટે વેકસીનેશન ડ્રાઇનની શરૂઆત કરવામાં આવી છે જેમાં વિવિધ વિસ્તારોમાં બાકી રહી ગયેલા લોકોને કોરોનાની રસી મળી રહે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. આ વેકસીનેશનમાં લોકોએ સ્થળ ઉપર જ પોતાની નોંધણી કરાવી અને રસી લેવાની હોય છે. જે માટે ધણી જગ્યાએ નંબરોની કુપન આપવામાં આવે છે જે અનુસાર લોકો આવીને રસી લે છે જેથી રસી કેન્દ્ર ઉપર ખોટી ભીડ એકત્રીત ન થાય.
કોવિડ માર્ગદર્શિકાનું પાલન અને જરૂરી મુદ્દાઓને ધ્યાનમાં રાખી આ અભિયાનનો આરંભ થયો છે ત્યારે તે જાહેર જનતાના હિતમાં અગત્યની બાબત તરીકે પૂરવાર થશે.