સુરતમાં દિવ્યાંગોનું કોરોના વિરોધી રસીકરણ કરવા અનોખી પહેલ કરાઈ
Live TV
-
સુરતમાં માનસિક રીતે અશક્ત હોય તેવા દિવ્યાંગોને કોરોના વિરોધી રસી મુકાવવા માટે એક સુંદર પહેલ કરવામાં આવી છે. સુરતના શ્યામ ખાટુ મંદિર ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગો વેક્સિન લીધા વિના ન રહી જાય તે માટે દિવ્યાંગોનો ખાસ સંપર્ક કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આ કામને સુગમ બનાવવા માનસિક તેમજ શારીરિક રીતે દિવ્યાંગ લોકો માટે કામ કરતી NGO નો પણ મંદિર દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો. સુરતના ધારાસભ્ય હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, તમામ દિવ્યાંગોને ઘરેથી લાવી તેમનું રજિસ્ટ્રેશન કરાવીને તમામને વેક્સિન આપવાની સંપૂર્ણ વ્યવસ્થા સંસ્થા તેમજ લોકોના સહિયારા પુરુષાર્થ દ્વારા કરવામાં આવી છે.