ગોધરામાં યોગા વર્ગ દ્વારા બાળકોએ યોગ પ્રાણાયામનું પ્રશિક્ષણ મેળવીને પોતાનો કર્યો વિકાસ
Live TV
-
બાળકોએ યોગ પ્રાણાયામનું પ્રશિક્ષણ મેળવીને છઠ્ઠી જ્ઞાનેન્દ્રિયનો વિકાસ કર્યો છે, આ બાળકો આંખે પાટા બાંધીને કેટલીક પ્રવૃત્તિઓ પણ કરી શકે છે.
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં ચાલતા આર્ટ ઓફ લિવિંગના પ્રજ્ઞા યોગા વર્ગ દ્વારા બાળકોએ યોગ પ્રાણાયામનું પ્રશિક્ષણ મેળવીને પોતાની છઠ્ઠી જ્ઞાનેન્દ્રિયનો વિકાસ કર્યો છે, આ બાળકો આંખે પાટા બાંધીને કેટલીક પ્રવૃત્તિઓ પણ કરી શકે છે.
યોગ વ્યાયામ પદ્ધતિ એવી પદ્ધતિ છે જેના દ્વારા મનુષ્ય પોતાના દેહ પર કાબૂ મેળવી શકે છે, વ્યાયામ દ્વારા પોતાના શરીરની આંતર શુધ્ધિ કરી શકે છે, આજે આપણે વાત કરીશું શું યોગના એવા વિધાર્થીઓની જે જેઓએ યોગ પ્રાણાયામ દ્વારા પોતાની છઠ્ઠી જ્ઞાનેન્દ્રિય પર કાબૂ મેળવ્યો છે, ગોધરા શહેરમાં રહેતા કવિતા પટેલ નામના યોગ શિક્ષિકા આર્ટ ઓફ લિવિંગ ના પ્રજ્ઞાયોગા નામના યોગના કાર્યક્રમ હેઠળ બાળકોને યોગ પ્રાણાયામના પ્રશિક્ષણ વર્ગો ચલાવે છે, જેમાં તેઓએ બાળકોને યોગ પ્રાણાયામ અને આસનો દ્વારા પોતાના દેહ પર કાબૂ કેવી રીતે મેળવી શકાય તેનું શિક્ષણ આપવામાં આવે છે.
આ પ્રકારના વર્ગો ૫ થી ૧૮ વર્ષ સુધીના બાળકો માટે ચલાવવામાં આવે છે, પ્રજ્ઞા યોગનું પ્રશિક્ષણ પામેલા આ બાળકો આંખે પટ્ટી બાંધીને સ્પર્શ માત્રથી રંગ, ચિત્ર અને આકાર સચોટ રીતે ઓળખી શકે છે, તો અમુક બાળકો આંખે પાટા બાંધીને મોબાઈલ ફોનમાં ગેમ પણ રમી શકે છે, તેમજ અન્ય નાની નાની પ્રવૃત્તિઓ પણ કરી શકે છે. આમ, બાળકોએ પોતાની છઠ્ઠી જ્ઞાનેન્દ્રિય પર કાબૂ મેળવ્યો છે, જેના થકી તેઓ તેમના સારા ભવિષ્યનું ઘડતર કરી શકે, તેઓમાં રહેલી છુપી શક્તિઓનો વિકાસ થાય, તેઓના વિચારોનો વિકાસ થઈ શકે, ૨૧ જૂને આંતરરાષ્ટ્રીય યોગા દિવસ છે, ત્યારે આ બાળકો યોગા દિવસની અનોખી રીતે ઉજવણી કરશે અને અન્ય લોકો પણ આ પ્રકારના યોગ પ્રાણાયામ કરવા પ્રેરાય તેવા પ્રયત્નો કરશે.