ક્ષયની બીમારીને નાથવા ઝુંબેશ, ઘેર બેઠા તપાસ અને નિદાન
Live TV
-
દિલ્હી સેન્ટ્રલ ટીબી વિભાગ તરફથી સિબિનેટ વાન મોકલવામાં આવી
રાષ્ટ્રિય ક્ષય નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ક્ષયની બિમારીને નાથવા રાષ્ટ્રીય ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે ક્ષય રોગની તપાસ અને તેનું નિદાન ઘેર બેઠા કરવામાં આવશે. તે માટે દિલ્હી સેન્ટ્રલ ટીબી વિભાગ તરફથી સિબિનેટ વાન મોકલવામાં આવી છે. છોટા ઉદેપુરમાં આ વાનને જીલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન દ્વારા લીલી ઝંડી બતાવીને રવાના કરવામાં આવી હતી. આ વાન તા ૧૭ થી ૨૮ સુધી એટલે કે સતત દસ દિવસ સુધી છોટાઉદેપુરના ગ્રામ્ય વિસ્તારમાં ફરશે અને શંકાસ્પદ એવા ક્ષયનાં દર્દીઓની તપાસ કરશે ,આ સિબિનેટ વાન દ્વારા, સ્થળ ઉપર જ દર્દીના ગળફાનો નમુનો લઇ, તેની ચકાસણી કરી તાત્કાલિક તેનું નિદાન કરવામાં આવશે