વર્લ્ડ બ્લડ ડોનર ડે નિમિત્તે અમદાવાદ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું
Live TV
-
બ્લડ ડોનેશન કેમ્પમાં અમદાવાદ શહેરના મેયર શ્રી બીજલ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને રક્તદાતાઓની માનવ સેવાને બિરદાવી હતી
વર્લ્ડ બ્લડ ડોનર ડે નિમિત્તે અમદાવાદ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મધરહૂડ ફાઉન્ડેશન એન.આઇ.એન.સી.જે. દ્વારા આયોજીત આ બ્લડ ડોનેશન કેમ્પમાં અમદાવાદ શહેરના મેયર શ્રી બીજલ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને રક્તદાતાઓની માનવ સેવાને બિરદાવી હતી. બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં ડોક્ટરો, વિદ્યાર્થીઓ અને શહેરીજનો જોડાયા હતા. અને ગરીબ દર્દીઓની સહાય અર્થે મોટી સંખ્યામાં રક્તદાન કર્યું હતું. રક્તદાન અને ગરીબ દર્દીઓની સેવામાં અમદાવાદના નગરજનો હંમેશા આગળ રહ્યા છે. શહેરાજનોની આ માનવસેવાના યજ્ઞને મેયરશ્રીએ બિરદાવ્યો હતો.