અરવલ્લીમાં ગરમીના કારણે 12 થી વધુ લોકો સન સ્ટ્રોકનો બન્યા ભોગ
Live TV
-
રાજયમાં હીટ વેવની સ્થિતિ વચ્ચે શનિવારે પણ અસહ્ય ગરમી રહી હતી. કાળઝાળ ગરમીના લીધે લોકો ત્રાહીમામ પોકારી ગયા છે , ત્યારે અરવલ્લી જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી ગરમીનો પારો સતત 42 થી 44 ડીગ્રી સુધી રહે છે. ખાસ કરીને ધનસુરા, મોડાસા સહિત જિલ્લામા આગ ઝરતી ગરમી પડી રહી છે. જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહયો છે. લોકો બપોર ના સમયે ઘર ની બહાર જવાનું ટાળી રહ્યા છે. અરવલ્લી જીલ્લામા ગરમીના કારણે અત્યાર સુધી 12 થી વધુ લોકો સન સ્ટ્રોકનો ભોગ બન્યા છે. તો બીજી તરફ પશુ પક્ષીઓની સ્થિતી પણ ગરમીના કારણે દયનીય થઈ ગઈ છે. અરવલ્લી જિલ્લાના માઝુમ ડેમ ખાતે મોટી સંખ્યામાં પક્ષીઓ એકઠા થયા છે અને ડેમના પાણીનો સહારો લઈને કાળઝાળ ગરમીમા રાહત મેળવી રહ્યા છે.