સાત વર્ષના બાળકનું માં અમૃતમ યોજનાથી થયું નિ:શુલ્ક ઓપરેશન
Live TV
-
પ્રજાલક્ષી સ્વાસ્થ્ય યોજના માં અમૃતમ યોજના ફરી એક વખત જરૂરીયાતમંદ દર્દીની વહારે આવી છે. આણંદ જિલ્લાના સીમરડા ગામના સાત વર્ષનો દક્ષ અચાનક રમતા પડી ગયો અને ત્યારબાદ દક્ષ માટે ઊભાં રહેવું અશક્ય બની ગયું તબીબો દ્વારા તપાસ કરતા માલુમ પડ્યું કે, દક્ષને ગુલ્યન બેરી સીમડ્રોન નામનો રોગ થયો છે.
પ્રજાલક્ષી સ્વાસ્થ્ય યોજના માં અમૃતમ યોજના ફરી એક વખત જરૂરીયાતમંદ દર્દીની વહારે આવી છે. આણંદ જિલ્લાના સીમરડા ગામના સાત વર્ષનો દક્ષ અચાનક રમતા પડી ગયો અને ત્યારબાદ દક્ષ માટે ઊભાં રહેવું અશક્ય બની ગયું તબીબો દ્વારા તપાસ કરતા માલુમ પડ્યું કે, દક્ષને ગુલ્યન બેરી સીમડ્રોન નામનો રોગ થયો છે. જે એક પ્રકારનો લકવો છે. આ લકવોની સારવાર પાછળ રૂપિયા બે થી અઢી લાખ જેટલો ખર્ચ થવાનું તબીબોએ જણાવ્યું હતું. ત્યારે આર્થિક રીતે અક્ષમ પરિવાર માટે આટલી મોટી રકમ કાઢવી મુશ્કેલ હતી તો સામે વહાલ સોયો દિકરો હતો. આ સંર્ઘષ વેળા, આ પરિવારની વહારે મુખ્યમંત્રી અમૃતમ કાર્ડ આવ્યું. જેના થકી દક્ષની તમામ સારવાર ચારૂસેટ હોસ્પીટલ ખાતે નિઃશુલ્ક થઈ. સારવાર બાદ દક્ષ સ્વસ્થ પણ થઈ ગયો હતો. આમ દક્ષનો પરીવાર આજે હર્ષોભાવ સાથે યોજના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા થાકતા નથી.