નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલે સિવિલ હોસ્પિટલની અચાનક લીધી મુલાકાત
Live TV
-
અમદાવાદની મેડિસીટી હવે નાગરિકોની આરોગ્ય સુખાકારી માટે સજજ થઇ ગઇ છે... અમદાવાદની અસારવા સ્થિત સિવિલ હોસ્પિટલના નવીનીકરણ અને આધુનિકિકરણ બાદ તેને પીએમ નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કર્યું હતું..
સરકારી હોસ્પિટલનું નવીનીકરણ અને આધુનિકીકરણ કર્યા બાદ નાગરિકોને કેટલી સારી અને અસરકારક આરોગ્ય સેવા મળી રહે છે તેનું ઉદાહરણ અમદાવાદની સિવિલ હોસ્પિટલ છે.. પીએમ નરેન્દ્ર મોદીએ દેશને અર્પણ કરેલી આ સિવિલ હોસ્પિટલ હવે મેડિસીટી તરીકે પ્રસિધ્ધ છે.. તેમાં આપવામા્ં આવીરહેલી સેવાઓ યોગ્ય રીતે મળી રહે છેકે નહી તેની નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે અચાનક જાત મુલાકાત લઇને ચકાસણી કરી હતી..
અમદાવાદની મેડિસીટી હવે નાગરિકોની આરોગ્ય સુખાકારી માટે સજજ થઇ ગઇ છે... અમદાવાદની અસારવા સ્થિત સિવિલ હોસ્પિટલના નવીનીકરણ અને આધુનિકિકરણ બાદ તેને પીએમ નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કર્યું હતું.. ખાનગી હોસ્પિટલને પણ ટક્કર મારીને સુપર મલ્ટિસ્પેશ્યાલિટી કરતાં પણ વધુ સગવડતાભરી આ હોસ્પિટલમાં હવે દર્દીઓને પહેલાં કરતાં પણ વધુ અને અસરકારક સારવાર મળી રહી છે...
સરકારે કરોડોનો ખર્ચ કરીને આ મેડિસીટી તૈયાર કરી છે ત્યારે તેમાં દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે છેકે નહીં અને તેનું તંત્ર યોગ્ય રીતે કાર્યરત છેકે નહીં તેની ચકાસણી માટે નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ જાતે મેડિસીટી પહોંચ્યાહતાં.. તેમની અચાનક મુલાકાતને કારણે તંત્ર દોડતું થયું હતું.. જોકે મેડિસીટીમાં ચાલી રહેલી સારવાર, વિવિધ વિભાગો અને ખાસ કરીને દવાઓના વિભાગની નિતીન પેટેલ ઝીણવટપૂર્વકની ચકાસણી કરી હતી. તેમજ કર્મચારીઓ અને અધિકારીઓ તેમજ દર્દીઓ સાથે સીધી વાતચિત કરી હતી.
સરકાર દ્વારા નિર્મીત મેડિસીટીમાં આધુનિક સારવારના ઉપકરણો, ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને મળી રહેતી કિફાયતી સારવારને કારણે લોકોની આરાગ્ય સુખાકારી સુધરી છે . આજે જ્યારે ખાનગી હોસ્પિટલમાં સારવાર કમરતોડ સાબિત થાય છે ત્યારે મોંઘીદાટ ઇલાજને સ્થાને સરકારી હોસ્પિટલની સારવાર દર્દીઓ માટે આશીર્વાદરૂપ અને કિફાયતી સાબિત થઇ રહી છે..