ગોધરા - જિલ્લા ન્યાયાલયમાં માં કાર્ડ યોજના કેમ્પનું આયોજન
Live TV
-
60 જેટલા પરિવારોને સ્થળ પર જ આવકના દાખલા આપવામાં આવ્યા
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સહયોગથી પંચમહાલ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ગોધરા શહેરમાં જિલ્લા ન્યાયાલયમાં "માં કાર્ડ" યોજના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 342 જેટલા પરિવારોએ "માં કાર્ડ" માટે નોંધણી કરાવી હતી તેમજ 60 જેટલા પરિવારોને સ્થળ પર જ આવકના દાખલા આપવામાં આવ્યા હતા. પંચમહાલ જિલ્લાના અંતરિયાળ ગામોમાં રહેતા લોકો આ યોજનાનો લાભ મેળવી શકે અને નિયત કરેલી હોસ્પિલમાં રૂપિયા પાંચ લાખ સુધીની સારવાર વિનામૂલ્યે કરાવી શકે તે માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. "માં કાર્ડ" કેમ્પમાં અરજદારને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ પણ ખડેપગે રહી હતી