કોંગો ફિવરને પગલે આરોગ્ય વિભાગની ઉચ્ચ અધિકારીઓની ટીમ રાજકોટ પહોચી
Live TV
-
રાજ્યમાં અત્યાર સુધીમાં 49 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા
મોરબી અને હળવદ પંથકમાં કોંગો ફિવરે માથુ ઉંચક્યા બાદ ગાંધીનગર એપિડેમિકના ડાયરેક્ટર ડોક્ટર દિનકર રાવલ પણ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ બીમાર મજૂરોની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન તેમણે જણાવ્યું કે, રાજ્યમાં અત્યાર સુધીમાં 49 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે, જેમાં હોસ્પિટલના કર્મચારીઓ, દર્દીના સંબંધીઓ અને ડોક્ટરોનો સમાવેશ થાય છે. આ તમામના સેમ્પલ પૂનાની વાઈરોલોજી લેબમાં મોકલ્યા છે. કોંગો ફિવર મુખ્યત્વે પશુઓમાં થતો રોગ છે. આવા રોગવાળા પશુને કરડીને ઈતરડી ત્યાં કામ કરતા માણસને કરડે તો તેના લોહીના વહન દ્વારા કોંગો ફિવરનો વાઈરસ માણસના શરીરમાં પ્રવેશે છે.