મહેસાણાના આરોગ્ય તંત્રની સરાહનીય કામગીરી, ડેન્ગ્યૂના કેસોમાં નોંધાયો ઘટાડો
Live TV
-
મહેસાણા જિલ્લામાં ચાલુ વર્ષે મેલેરિયાના 61 અને ડેન્ગ્યુના 8 કેસ નોંધાયા હતા. ગત વર્ષની સરખામણીએ બન્ને બીમારીના કેસોમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે મહેસાણા જિલ્લામાં આરોગ્ય તંત્રની સરાહનીય કામગીરી જોવા મળી રહી છે.
ચોમાસાની ઋતુમાં સતર્કતા દાખવનાર આરોગ્ય વિભાગે 14 જેટલા મેલેરિયા સંભવિત ગામોમાં સર્વે હાથ ધરી કુલ 13,720 જેટલી વસ્તીને આવરી લેતા વિસ્તારમાં જંતુનાશક દવાઓનો છંટકાવ કર્યો હતો. જે માટે જિલ્લામાં કુલ 2 ટિમો કાર્યરત છે. આ ઉપરાંત આ ટીમ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં જઈ ઘરે ઘરે દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.
આરોગ્ય વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં ડૉર ટુ ડોર ફરી ,સર્વે કરી, પાણી જન્ય અને વાહક જન્ય રોગો ન થાય તે માટે પણ ખાસ કાળજી લેવામાં આવી રહી છે. તેમજ તળાવોમાં મચ્છરોનો ઉપદ્રવ ન થાય તે માટે ગપ્પી માછલી નાખવામાં આવી રહી છે.આરોગ્ય વિભાગ દ્વારા સગર્ભા અને ધાત્રી મહિલાઓ સહિત 5 વર્ષ સુધીના બાળકોને નિઃશુલ્ક મચ્છર જાળીનું વિતરણ કરવામાં આવ્યું છે.