ગરીબો માટે આશીર્વાદ રૂપ બની રહી છે સરકારની આયુષ્યમાન ભારત યોજના
Live TV
-
સંઘ પ્રદેશ દીવમાં લાભાર્થીનું થયું સફળ ઘૂંટણનું ઓપરેશન
મોદી સરકારના આયુષ્યમાન ભારત યોજના અનેક લોકોના જીવનમાં અજવાળું લાવવાનું કામ કરી રહી છે. ગરીબ દર્દીઓ માટે આ યોજના આશીર્વાદરૂપ બની રહી છે.સંઘ પ્રદેશ દીવમાં રહેતા પ્રભાબેનને 7થી 8 વર્ષથી ઘૂંટણમાં તકલીફ હતી.અને આ તકલીફ માટે ઓપરેશનની જરૂરિયાત હતી.પરંતુ પ્રભાબેનની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી તેઓ આ ઓપરેશન કરાવી શક્તા ન હતા.પરંતુ બાદમાં તેમને આયુષ્યમાન યોજના વિશે ખ્યાલ આવ્યો અને આયુષ્યમાનનું કાર્ડ કઢાવ્યું.તો પ્રભાબેનનું એક પણ રૂપિયાના ખર્ચ વિના ઘૂંટણનું ઓપરેશન થયું.આ ઓપરેશનનો ખર્ચ 1 લાખ 40 હજાર રૂપિયા સુધી આવે છે.પરંતુ નિશુલ્ક ઓપરેશન થતાં પ્રભાબેને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ખાસ આભાર માન્યો હતો.