ચીનમાં બાળકોમાં જોવા મળેલ શ્વાસની બીમારી બાદ સતર્ક રાજ્ય સરકાર
Live TV
-
ચીનમાં બાળકોમાં જોવા મળેલ શ્વાસની બીમારી બાદ સતર્ક રાજ્ય સરકાર
તાજેતરના અઠવાડિયામાં જ ચીનમાં બાળકોમાં શ્વસનની બિમારી જોવા મળી છે. જેને ધ્યાનમાં રાખી ભારત સરકાર હરકતમાં આવી છે અને તેના પગલે ગુજરાત સરકાર પણ સંબંધિત પગલાં લેવાના આયોજનમાં લાગી છે. જેમાં રાજ્યમાં હોસ્પિટલોને જરૂરી સાધન સામગ્રી, દવાઓ સહિતની આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા સુચના આપવામાં આવી છે. આ સાથે જ હોસ્પિટલ કક્ષાએ વેન્ટીલેટર, પી.પી.ઈ. કીટ એન્ટીવાયરલ દવાઓ વગેરે પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ રાખવા તેમજ જરૂર જણાયે તો આઈસોલેશન વોર્ડ શરૂ કરવાની વ્યવસ્થા ગોઠવવા સુચના આપવામાં આવી છે.