Skip to main content
Settings Settings for Dark

Let Communities Lead થીમ સાથે આ વર્ષે વિશ્વ એઈડ્સ દિવસની ઉજવણી

Live TV

X
  • Let Communities Lead થીમ સાથે આ વર્ષે વિશ્વ એઈડ્સ દિવસની ઉજવણી

    1988ની 1 ડિસેમ્બરના રોજ પ્રથમ વિશ્વ એઈડ્સ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષે 36મા વિશ્વ એઈડ્સ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. લોકોને એઈડ્સ/એચ.આઈ.વી થી માહિતગાર કરવા અને તેના વિશેની ગેરસમજણને દૂર કરવા તથા એચ.આઈ.વી. ગ્રસ્ત વ્યક્તિઓ પ્રત્યે ભેદભાવ દૂર થાય તે હેતુથી સમગ્ર વિશ્વમાં “વિશ્વ એઈડ્સ દિવસ”ની ઉજવણી કરવામાં આવે છે. દર વર્ષે વિશ્વ એઈડ્સ દિવસની અલગ અલગ થીમને આધારે ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષની થીમ છે 'Let Communities Lead' તેનો અર્થ થાય છે 'દરેક સમુદાય એચ.આઈ.વી./ એઈડ્સની નાબૂદી માટે નેતૃત્વ લે'. 

    એઈડ્સ એ ડાયાબિટીશ તથા હાઈપર ટેન્શનની જેમ ક્રોનિલ મેનેજેબલ ડિસિઝ (લાંબી બિમારી) છે. આધુનિક સારવાર-એન્ટી રિટ્રો વાયરલ (એ. આર. વી.) ટ્રીટમેન્ટ નિયમિત લેવાથી એચ.આઇ.વી. સાથે પણ દરેક વ્યક્તિ જીવન જીવી શકે છે. 

    એઇડ્સના સામાન્ય લક્ષણોમાં તાવ, ખૂબ જ થાક લાગવો, વજન ઘટવું, પેટની સમસ્યાઓ જેમ કે મરડો, યીસ્ટ ઇન્ફેક્શન અને હર્પીસ ઝોસ્ટરનો સમાવેશ થાય છે. રોગપ્રતિકારક શક્તિ સારી રીતે કામ કરતી નથી, તેથી એઇડ્સ સંક્રમિત લોકોને સામાન્ય ચેપ પણ લાગી શકે છે. જેમ કે સતત તાવ, રાત્રે પરસેવો, અસામાન્ય ત્વચા પર ફોલ્લીઓ અને મોંમાં ચાંદા. એઈડ્સની સારવાર મેળવવા માટે આ લક્ષણોને ઓળખવું મહત્વપૂર્ણ બની રહે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
apply