ચીને કહ્યું કે કોવિડથી તેની 80 ટકા વસ્તી સંક્રમિત
Live TV
-
ચીનમાં 80% લોકો કોવિડથી સંક્રમિત હોવા છતાં આગામી બે-ત્રણ મહિનામાં કોવિડની આગામી લહેર આવવાની કોઈ શક્યતા નથી. ચીનના સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના મુખ્ય નિષ્ણાત વુ ઝુન્યુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વેઇબો પર જણાવ્યું હતું કે, નવા વર્ષની રજા દરમિયાન લોકોની અવરજવરથી ચેપ વધી શકે છે, પરંતુ કોવિડની બીજી તરંગની શક્યતા ઘણી ઓછી છે. નવા વર્ષની ઉજવણીમાં ચીનના લોકો ભૂલ્યા ભાન, ત્યારે બેઇજિંગમાં ઘણા ઉપાસકો લામા મંદિરમાં સવારની પ્રાર્થના કરવા મળ્યા હતા, પરંતુ પૂર્વ કરતા ભીડ ઓછી હતી.
આ પહેલા ગુરુવારે નેશનલ હેલ્થ કમિશને કહ્યું હતું કે, ચીનમાં કોવિડનો સૌથી ખરાબ તબક્કો પસાર થઈ ગયો છે. આ વર્ષે કોવિડ પોલિસી હળવી કર્યાના લગભગ એક મહિના પછી 12 જાન્યુઆરી સુધીમાં ચીનમાં સરકારી આંકડા મુજબ લગભગ 60,000 લોકો કોવિડથી મૃત્યુ પામ્યા છે.