વિશ્વની પ્રથમ નેઝલ વેક્સિન ઇન્કોવેક આજે દેશને મળશે, કિંમત રૂપિયા 325
Live TV
-
આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા વિશ્વની પ્રથમ નેઝલ વેક્સિન ઇન્કોવેકને આજે રાષ્ટ્રને અર્પણ કરશે. દેશની દવા કંપનીઓએ કોરોના સામે લડત આપવાને મોરચે મોટી પ્રગતિ કરી છે. કેન્દ્ર સરકારે ગયા વર્ષે 23 ડિસેમ્બરે તેના પ્રયોગની મંજૂરી આપી હતી. ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં આ વેક્સિન બજારમાં કદાચ ઉપલબ્ધ થઇ જશે. ભારત બાયોટેકે તાજેતરમાં ઇન્કોવેકનો બુસ્ટર ડોઝના રૂપમાં દેશમાં લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. કંપનીએ કરેલી જાહેરાત મુજબ આ વેક્સિનની બજારમાં કિંમત રૂપિયા 800 રહેશે. ભારત અને રાજ્ય સરકારોને પુરી પાડવા માટે તેની કિંમત રૂપિયા 325 રહેશે.