છેલ્લા 24 કલાકમાં કોરોનાના 10,649 નવા કેસો નોંધાયા
Live TV
-
દેશમાં છેલ્લા 24 કલાકમાં 10,649 નવા કેસો નોંધાયા છે. તેની સાથે કુલ 4,37,44,301 દર્દીઓ સ્વસ્થ થયા હતાં, જ્યારે સક્રિય કેસની સંખ્યા 96,442 થઈ છે. જ્યારે 24 કલાકની અંદર 9,680 દર્દીઓ સજા થયા હતાં. કુલ 27,17,979 લોકોને કોરોના રસીનો ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે ભારતનું કોવિડ-19 રસીકરણ કવરેજ 210.58 કરોડને પાર ગયો છે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં 12થી 14 વર્ષના 4 કરોડ બાળકોને કોવિડ-19ની રસી આપવામાં આવી છે. રાજ્યમાં મંગળવારે કોરોનાના નવા 294 કેસ નોંધાયા છે તો 404 દર્દીઓ સાજા થયા છે / અને તેની સાથે જ સ્વસ્થ્ય થવાનો દર 98.97 ટકાએ પહોંચ્યો છે. મંગળવારે સાંજે 5 વાગ્યા સુધીમાં 3 લાખ 60 હજારથી વધુ લોકોએ કોરોનાની રસી લીધી છે. કોરોનાના કેસની વાત કરીએ તો અમદાવાદમાં 112, વડોદરામાં 40, રાજકોટમાં 16, સુરતમાં 14 , ગાંધીનગરમાં 9, ભાવનગરમાં 3 કેસ નોંધાયા છે, તો અમદાવાદ કોર્પોરેશનમાં 1 દર્દીનું મૃત્યુ થયું છે. રાજ્યમાં સક્રિય કેસની સંખ્યા 2,018 પહોંચી છે. જ્યારે 19 દર્દીઓ અત્યારે વેન્ટિલેટર પર છે.