છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 11,539 નવા કેસો નોંધાયા
Live TV
-
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 11,539 કેસ નોંધાયા છે. તો સામે 12 હજાર 783 દર્દી સાજા થયા છે. દેશમાં હાલ કુલ 99,879 સક્રિય કેસ છે. અત્યાર સુધી કુલ 4,37,12,218 દર્દીઓએ કોરોનાને માત આપી સાજા થયા છે. રસીકરણ અભિયાન અંતર્ગત છેલ્લા 24 કલાકમાં 26 લાખ 58 હજાર 755 રસીના ડોઝ અપાયા છે. અત્યાર સુધી કુલ 20,967 લાખથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. રાજ્યમાં કોરાનાના કેસમાં ક્રમશ ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 258 કેસ નોંધાયા છે. જ્યારે 637 દર્દી સાજા થયા છે. તો અમદાવાદમાં 2 અને રાજકોટમાં 1 એમ મળીને કુલ 3 દર્દીઓના મૃત્યું થયા છે. અમદાવાદમાં સૌથી વધુ 83 કેસ નોંધાયા છે. તો, વડોદરામાં 48, સુરતમાં 24, રાજકોટમાં 19, ગાંધીનગરમાં 14 અને મહેસાણામાં નવા 10 કેસ નોંધાયા છે. ગઈકાલે સાંજે 5 વાગ્યા સુધીમાં રાજ્યમાં 2,07,000થી વધુ વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 2,253 સક્રિય કેસ છે. તો સાજા થવાનો દર 98.93 ટકા પર પહોંચ્યો છે.