છોટાઉદેપુર - ચાર દર્દીઓએ કોરોનાને મ્હાત આપી, મેડીકલ સ્ટાફે પુષ્પવર્ષા કરી વિદાય આપી
Live TV
-
14 દિવસ સુધી પોતાના ઘરે ક્વોરન્ટીન માં ઘરે રહેવું પડશે, ડિસ્ચાર્જ કરાયેલ પૈકી ત્રણ યુવાનોએ પ્લાઝમાં ડોનેટ કરવાની ઇચ્છા દર્શાવી
છોટાઉદેપુર શહેરમાં કોરોના વોરિયર સહિત 4 દર્દીઓ સાજા થતા આઇસોલેશન વોર્ડમાંથી તાળી બાદ પુષ્પવર્ષા કરી વિદાય અપાઈ હતી. આરોગ્ય ખાતાના નિયમ મુજબ રજા મળ્યા પછી પણ આ પોઝિટિવ વ્યક્તિઓએ 14 દિવસ સુધી પોતાના ઘરે કવોરન્ટીનમાં ઘરે રહેવું પડશે.ચાર દર્દીઓના ત્રણ વખત ટેસ્ટ લેવાયા હતા અને એ નેગેટિવ આવતા આજે તા 3 ના રોજ તેઓને આઇસોલેશન વોર્ડમાંથી ઘરે જવાની રજા અપાઈ હતી.કોરોના પોઝિટિવ આવેલ આ વ્યક્તિઓ આ રોગને મહાત આપી તા 3 ના રોજ ઘરે ગયા ત્યારે જિલ્લા આરોગ્ય અધિકારી મહેશ ચૌધરી જનરલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન ડો યોગેશ પરમાર નગરપાલિકા પ્રમુખ નેહાબેન જયસવાલ તથા મેડિકલ સ્ટાફે તાળીઓ પાડીને ફૂલોથી સન્માનિત કરી વિદાય આપી હતી. જિલ્લામાં હવે સંક્રમિત કુલ 14 પૈકી 10 ડિસ્ચાર્જ થયા છે.. ડિસ્ચાર્જ કરાયેલ ત્રણ યુવાનોએ પ્લાઝમાં ડોનેટ કરવાની ઇચ્છા દર્શાવી છે.