જન ઔષધી સ્ટોર ગ્રાહકો માટે બની આશિર્વાદરૂપ, નાણાંની થઈ રહી છે બચત
Live TV
-
લોકોને સસ્તી દવાઓ મળી રહે તે માટે કેન્દ્ર સરકારે શરૂ કરેલા જન ઔષધી સ્ટોર હવે ખરા રૂપમાં દર્દીઓ માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ રહ્યા છે.
અરવલ્લી જિલ્લાના મોડાસામાં પણ પ્રધાનમંત્રી જન ઔષધી સ્ટોર છે, જે લોકો માટે ખૂબ જ ઉપયોગી સાહિત થઇ રહ્યો છે.
અરવલ્લી ખાતે રહેતા એક ગ્રાહક જન ઔષધી સ્ટોરથી કેટલા ખુશ છે, તે અંગે તેમણે દૂરદર્શનને જણાવ્યું હતું. પરેશ પંડ્યા કે જેમણે પ્રધાનમંત્રી જન ઔષધી સ્ટોરમાંથી મળતી દવાને ઘણી જ ગુણકારી ગણાવી અને તેઓ જે દવા બહારથી 1200 રૂપિયામાં ખરીદતા હતા,, તે દવા હવે તેઓ માત્ર 500 રૂપિયામાં ખરીદી કરી રહ્યા છે તેમ તેમણે જણાવ્યુ હતું. તેમણે સંતોષ વ્યકત કરતા કહયું હતું કે આ દવા ખરીદવાથી નાણાની બચત થઇ રહી છે.