જામનગરમાં આરોગ્ય વિભાગની ટીમના ધામા, રોગચાળાને કાબૂમાં લેવાના પ્રયાસો
Live TV
-
ડેન્ગ્યુના કારણે 10થી વધુ દર્દીના મોત થવાથી પંથકમાં ખળભળાટ
જામનગરમાં છેલ્લા બે દિવસમાં ડેન્ગ્યુથી ચાર લોકોના મોત થતાં પંથકમાં ખળભળાટ મચી ગયો છે. જામનગરમાં ડેન્ગ્યુનો રોગચાળો બે લગામ બની ચૂક્યો છે, પરિસ્થિતી હાથ બહાર જઇ રહી છે. રોજ બરોજ 60 થી 70 કેસ ડેન્ગ્યુના પોઝિટિવ નોંધાય છે. જ્યારે તાવના 350 થી 400 જેટલા કેસ હોસ્પિટલોમાં આવે છે. તાજેતરમાં ડેન્ગ્યુને કારણે 10 થી વધુ દર્દીના મોત થવાથી જામનગરમાં આરોગ્ય વિભાગની ટીમો દોડી આવી છે અને રોગચાળાને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા છે