મોરબીમાં પીવાના પાણીની દૂર થઈ મુશ્કેલી
Live TV
-
સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત અભિયાન અંતર્ગત ગ્રામજનો દ્વારા RO વોટર પલાન્ટ શરૂ કરાયો
મોરબી જિલ્લાના નાના એવા હમીરપર ગામે ગ્રામજનો દ્વારા સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત અભિયાન અંતર્ગત ગ્રામ પંચાયત અને ગ્રામજનો દ્વારા આર.ઓ. વોટર પ્લાન્ટ શરૂ કરાયો છે. ગ્રામજનોને શુદ્ધ જળ મળી રહે તે માટે ગ્રામ પંચાયત દ્વારા આ પ્રેરક પ્રયાસ કરાયો છે. જેના થકી ગ્રામજનોને આ આર.ઓ.નું શુદ્ધ પાણી મળી રહ્યું છે. આસપાસના પંથકમાં દૂર-સુદૂર સુધી પીવાના પાણીની મુશ્કેલી ન પડે તે માટે હમીરપરના ગ્રામજનો દ્વારા પ્રેરક પ્રયાસ હાથ ધરાયો છે. પ્રયાસથી લોકોની પીવાના પાણીની સમસ્યા દૂર થતા મુશ્કેલીનો અંત આવ્યો છે.